*કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો*

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ટાર્ગેટ કર્યું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, અધીર રંજન ચૌધરી સાથે પણ મારપીટ કરવામાં આવી છે. આ હુમલા વખતે ઘરમાં હાજર રહેલા સ્ટાફને પણ મારવામાં આવ્યા છે. સ્ટાફનો આરોપ છે કે, હુમલાખોરો ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી છે. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી