*પોલીસ જવાન પર પિસ્તોલ તાકી 8 રાઉન્ડ ફાયરિંગ કરનાર શાહરૂખ આખરે ઝડપાયો*

દિલ્હીમાં થયેલી હિંસામાં જાહેરમાં પોલીસ પર બંદૂક તાકનારો મોહમ્મદ શાહરૂખ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બરેલીમાંથી શાહરૂખની ધરપકડ કરી છે. શાહરુખે જાફરાબાદમાં પોલીસ જવાન પર પિસ્તોલ તાકી હતી અને 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તે છેલ્લા 8 દિવસોથી ફરાર હતો.આ પહેલા ક્રાઈમ બ્રાન્ચને આરોપી શાહરુખ બરેલીમાં છુપાયો હોવાની બાતમી મળી હતી