*સુરતમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ*

સુરતમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અડાજણના યુવકને શરદી-ખાસીની તકલીફ સામે આવતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બન્ને શખ્સ ફેબ્રુઆરી માસમાં વિદેશથી સુરત આવ્યા હતા જેમાથી એક યુવક દુબઈ અને બીજો સિંગાપુરથી આવ્યો હતો. ત્યારે બન્ને યુવકના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવમાં આવ્યા છે. મહત્વ પૂર્ણ છે કે, સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં આઠ જેટલા શંકાસ્પદ કેસ,જે પૈકી છ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.કોરોના વાયરસ ના કહેર બાદ અત્યાર સુધી સુરતમાં 726 અને જિલ્લામાં 60 લોકો વિદેશથી પરત ફર્યા છે. જે પૈકી હાલ 274 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.