પ્રતિ તા: ૧૯/૦૧/૨૦૨૩

વિષય: કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત સર્વનેતૃત્વ કાર્યક્રમમાં મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલનું વ્યાખ્યાન યોજાયું.

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત સર્વનેતૃત્વ કાર્યક્રમ (૬૭મી બેચમાં) ગેસ્ટ સ્પીકર તરીકે યોગ સ્પર્ધામાં ૫ વખત મિસ વર્લ્ડ યોગીની, ૧૮ વખત મિસ ઇન્ડીયા યોગીની બની ચુકેલી અને નેશનલ ગેમ્સ ૨૦૨૨યોગાસનમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવી પ્રથમ એથ્લેટ બની

ઈતિહાસ રચનાર પૂજા પટેલ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે આવેલ એમ.એમ.પટેલ હોલમાં ૧૭ કોલેજના ૭૦ યુવાનોને તેમના યોગ કળાનાં પ્રદર્શન સાથે પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આકરા આસનો પણ સહેલાઈથી કરતા પુજાના યોગાસન જોનાર હાજર સૌ દંગ રહી ગયા હતા.

પૂજા પટેલે પોતાના વ્યાખ્યાનમાં વાત કરતા જણાવ્યું હતું કે જયારે તેઓ ધોરણ -૪ માં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમના પિતા દ્વારા જેઓ બાબા રામદેવજીમાંથી પ્રેરાઈને તાલીમ આપતા હતા. પોતાનાં પિતાજીના સાથ, સહકાર અને પ્રેરણાથી અલગ અલગ કક્ષાએ શાળા ગેમ્સ, ખેલમહાકુંભ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાગ લઇ અત્યાર સુધી ૧૧૨ મેડલ્સ, ૧૨૬ ટ્રોફી અને ૨૦૦થી પ્રમાણપત્રો મેળવી સમગ્ર વિશ્વમાં ગુજરાતને એક આગવી ઓળખ અપાવી છે. તેઓ રોજ ૨૫૦થી વધુ આસનોની પ્રેક્ટીસ કરે છે જેના માટે નિયમિત રોજ સવારે ૪:૦૦ વાગે ઉઠીને આકરી મહેનત કરે છે જેનાથી તેઓ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. હાજર સૌ શિક્ષક અને વિધાર્થીઓ તેમના જીવનનાં સંઘર્ષ અને અનુભવો સાંભળી આચ્ચાર્યચકિત થઇ ગયા હતા. વ્યાખ્યાનનાં અંતે સર્વ નેતૃત્વ ટીમ વતી પ્રો. રાજનીકાન્ત પટેલ દ્વારા મોમેન્ટો આપી આભાર પ્રગટ કરાયો હતો.

સમગ્ર કાર્યક્રમ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં જેનું સફળ સંચાલન અને સંકલન સર્વ નેતૃત્વના સંયોજક ડો. ધર્મેન્દ્ર પટેલ, પ્રો. સુરજ મુજાણી, રાહુલભાઈ સુખડીયા,

પ્રો. રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અભાર સહ