*કોરોનાનું સંકટઃ નોઇડામાં શાળાઓ બંધ ચાર દેશના નાગરિકોના વિઝા રદ્દ*

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે