*દારૂબંધીથી મોટી રેવન્યુ લોસ થઇ રહી છે-દિલીપ સંઘાણી*

રાજ્યમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે અને સહકારી નેતા દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર તો પ્રહાર કર્યા તો સાથે એમ પણ કહ્યું કે, દારૂબંધી એક કાયદા તરીકે માનીએ છીએ. પરંતુ હવે તો હોટલોમાં પણ લાયસન્સ અપાઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીથી મોટી રેવન્યુ લોસ થઇ રહી છે પરંતુ કેન્દ્ર સરકારમાંથી તેની ભરપાઈ થતી નથી. કાયદાની સ્થિતિ ભૂતકાળમાં કથળી હતી. ગુજરાતમાં ભાજપની સરકાર કડકાઈથી કામ કરી રહી છે