સુરતના ડુમસ રોડ દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. પોલીસે ૧૩ યુવતીઓ સહિત ૫૨થી વધુની અટકાયત કરી.૩૯ નબીરાઓના નિવેદનો લઈને તેમને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટ પરિસરમાં આરોપીઓના પરિવારજનો પણ દોડી આવ્યા દારૂની મહેફિલ કોણે યોજી હતી કોણ કોણ સંડોવાયેલું છે દારૂ ક્યાંથી આવ્યો તેવી તમામ બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે ફાર્મ હાઉસ ભાડે આપનારની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. પાર્ટી માટે લોકોને ખાસ મેસેજ મોકલવામાં આવ્યો હતો.કેફી પીણાંની ખરીદી માટે અલગ કરન્સી પણ આપવામાં આવી હતી ડ્રિંક્સમાં બીયર અને જંગલ જ્યુસ આપવામાં આવ્યું હતું.નશાખોરોને ગાંજો અને સફેદ પાવડર પણ આપવાની યોજના હતી. જો કે પાર્ટી સ્થળેથી પોલીસને ગાંજો કે સફેદ પાવડર જેવું કંઈ મળ્યું નથી. આ માહિતી સાચી હોય તો પોલીસ પર વધુ સવાલો ઊઠી શકે છે. આ વાતનો ખુલાસો તો નબીરાઓના મોબાઈલ ચેક થાય તે બાદ જ વધુ હકિકત બહાર આવી શકે છે યુવતીઓએ ખોટા નામ લખાવ્યા મોટેભાગે કુંવારી યુવતીઓ પણ હતી. કેટલીક યુવતીઓએ પોલીસ મથકમાં પોતાના ખોટા નામ લખાવ્યા હતા. જેની જાણ પોલીસને થતા તેઓએ ચેતવ્યા કે, જો તમે ખોટા નામ આપશો તો, કોર્ટમાં જામીન મેળવવામાં મુશ્કેલી પડશે, જેથી બાદમાં તમામે સાચા નામ લખાવ્યા હતા.
Related Posts
દયા મેં દેવની માંગી, તો ઉત્તર એ મળ્યો ત્યાંથી. ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે. *શયદા*
*દયા મેં દેવની માંગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી* *ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે* *શયદા* શયદા સાહેબનો…
રાજપીપલા ખાતેમુકબધીર કન્યા અને યુવકના અનોખા લગ્ન યોજાયા.
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કલમભાઈ વસાવા અને સેવા ભાવિ સંસ્થા જય ભોલે ગ્રુપ ના સદસ્યોએ ભેગા મળીને દીકરીનું કર્યુ મોસાળુ સમાજ…
*ઘરે-ઘરે મત કુટિરનું સ્થાપન થાય તેવો લોકશાહીનો અનોખો અવસર :* *ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ બનતા અમારે તો ઘર બેઠા…