રાજ્યમાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ તો અવારનવાર દારૂ મળવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ પહેલા સુરત અને હવે કચ્છમાં જે રીતે દારૂપાર્ટીના વીડિયો સામે આવ્યા છે તેને લઈ ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.ક્યાં છે ગુજરાતમાં દારૂબંધી?દારૂબંધી માત્ર કાગળ પર જ? દારૂબંધી મુદ્દે ભાજપ-કાંગ્રેસ આમનેસામનેજૂમ બરાબર જૂમ. જેવા ગીતો સાથે કચ્છમાં દારૂ રાસ રમતા યુવાનોએ લાજશરમ નેવે મુકી દીધી. તો સુરતમાં પણ દારૂની મહેફિલ માણતા ૫૦ થી વધુ નબીરાઓને પોલીસે ઝડપ્યા છે. યુવાઓએ રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા છે. ત્યારે દારૂના સપ્લાય માટે ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરે ચેકપોસ્ટો નાબૂદ થવાનું કારણ આગળ ધરીને આડકતરી રીતે રાજ્ય સરકાર પર જ નિશાન સાધ્યું.કચ્છ અને સુરતમાં દારૂની રેલમછેલની ઘટનાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે દારૂબંધીના કાયદાની મોટી વાતો વચ્ચે દારૂની નદી વહી છે. તો કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ઉપરથી લઈ નીચે સુધી હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ કરીને દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ગણાવ્યું. કોંગ્રેસના પ્રહારો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી. અને ફરીથી કહ્યું કે સરકાર દારૂબંધીના અમલ માટે મક્કમ છે.જ્યારે જ્યારે દારૂનો મુદ્દો સામે આવે છે ત્યારે સરકાર એમ જ કહે છે કે દારૂબંધીના અમલ માટે સરકાર મક્કમ છે. પરંતુ પૂરતી મક્કમતા હોય તો દારૂ ક્યાંથી આવે છે. લગ્ન જેવા પ્રસંગોએ પહેલા લોકો છુપાઈને છાંટો પાણી કરતા હતા પરંતુ હવે ખુલ્લેઆમ દારૂપાર્ટી કરી રહ્યા છે તે શું બતાવે છે?
Related Posts
💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ.૧૮,૦૦૦/-ની કીંમતનો ખોવાયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢેલ._* 💫…
અમદાવાદમાં ધો 10 અને 12 ની પરીક્ષા ને લઈ કેન્દ્ર થી 100 મીટર અંતરમાં 4 લોકો પર ભેગા થવા પર પ્રતિબંધ.
અમદાવાદમાં ધો 10 અને 12 ની પરીક્ષા ને લઈ કેન્દ્ર થી 100 મીટર અંતરમાં 4 લોકો પર ભેગા થવા પર…