*પરમબીર સિંહ મુંબઈના નવા પોલીસ કમિશનર*

મુંબઈ: મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે મહારાષ્ટ્ર એસીબીના ચીફ પરમબીર સિંહ કમાન સંભાળશે. પરમબીર સિંહ 1988ની બેન્ચના આઈપીએસ અધિકારી છે.