બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં MP, MLA અને અધિકારીઓ સહિત 13 લોકો થયા કોરોના સંક્રમિત

ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાન ઈશ્વર પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ, વડાદરાનાં ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત તયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગના અધિકારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.