પાંચ દિવસથી પીવાના પાણીના વલખાં

રાજપીપળા ટેકરા ફળિયા લાઈનની પાણીની મોટર બળી જતા પાણીનો પુરવઠો બંધ થતા ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની રામાયણ

ટેન્કર થી અપાતુ પાણી

મોટર રીપેર કરવા એજન્સીને વર્ક ઓર્ડર અપાયા પછી મોટર રીપેર થાય તોચાલુ થશે
-એન્જિયર

મોટર રિપેર થતા પાણી પુરવઠો આપશે.-ચીફ ઓફીસર નગરપાલિકા

રાજપીપળા, તા9

રાજપીપળા ટેકરા ફળિયા લાઈનની પાણીની મોટર બળી જતા પાણીનો પુરવઠો બંધ થઇ જતા ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની રામાયણ શરૂથઇ છે. છેલ્લા પાંચ દિવસથી ટેકરા ફળિયા સહિત મહેતા કોમ્પલેક્ષ પાસેના રહીશો ના ઘરમા પાણી આવતુ બંધ થઇ જતા રહીશો ને પાણી વિના વલખાં મારવાનો વારો આવ્યો છે.

આ અંગે નગરપાલિકા ના વોટર વિભાગના અધિકારી હેમરરાજ સિંહે જણાવ્યુ હતું કે ટેકરા ફળિયા મા પાણી આપતી. લાઈન ની મોટર બળી ગઈ છે. હવે એને રીપેર કરવા જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવો પડશે.વર્ક ઓર્ડર અપાયા પછી મોટર રીપેર થશે પછી પાણી પુરવઠો ચાલુ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી પાણી પુરવઠો બંધ છે. રહીશો પાણી વિનાવલખાં મારવા નો વારો આવ્યો છે.ટેન્કર દ્વારા પાણી અપાઈ રહયુ છે.હજી સુધી મોટર રીપેર કરવાના ઠેકાણા ન હોવાથી ઉનાળાના પ્રારંભે જ પાણી નો પ્રશ્ન ઊભો થતા રહીશોની હાલત દયનીય બની છે. સત્તા પર આવેલ ભાજપા ના સત્તાધીશો પ્રજાને સત્વરે પાણી આપે તેવી રહીશો એ માંગ કરી છે.
ચીફ ઓફિસર પરાક્રમ સિંહે જણાવ્યુ હતું કે મોટર રીપેર થાય પછી તરત પાણી પૂરવઠો તરત ચાલુ કરાશે એમ જણાવ્યુ હતું.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા