*રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં શરદોત્સ યોજાયો.*

*રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં શરદોત્સ યોજાયો.*

એબીએનએસ રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જલારામ પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સ યોજાયો હતો.રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ રાધનપુર અને આઈ.એમ.એ. રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે જલારામ પાર્ટી પ્લોટ રાધનપુર ખાતે શરદોત્સ નિમિતે રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

રોટરી ક્લબ ઓફ રાધનપુર અને આઈ.એમ.એ. પરિવાર રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં આઈ.એમ.એ. અને જલારામ પાર્ટી પ્લોટના બકાભાઈ અને અનિલભાઈ નું સૌજન્ય મળ્યું હતું સાથેજ શરદોત્સવ કાર્યક્રમ માં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડૉ. નવીનભાઈ ઠક્કર, રોટરી ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉ મહેશ મુલાણી, રોટરી પ્રેસિડેન્ટ ડૉ. સી. એમ. ઠક્કર, સેક્રેટરી ડૉ પરેશભાઈ દરજી, રોટેરીયન મિત્રો પરિવાર સાથે અને આઈ.એમ.એ. મેમ્બર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ ના અંતે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ઈનામ માટે લકી ડ્રો દ્વારા 20 ખેલૈયાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.