અમદાવાદ: સ્વસ્થ ભારત – મેડિકલ સંપર્ક કાર્યક્રમ” અંતર્ગત ગામવાસીઓ સુધી તબીબી સેવાના લાભો પહોંચાડવા માટે આલમપુર ગામ (BSF કેમ્પની નજીક)માં એક મેડિકલ અને ડેન્ટલ હેલ્થ સંપર્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આલમપુર ગામની પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. આ કંપનું ઉદ્ઘાટન HQ SWAC (U)ના કમાન્ડિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ગામના સરપંચ તેમજ મેડિકલ ટીમ પણ ઉપસ્થિત હતી.
આ કાર્યક્રમમાં SMC,HQ SWAC (U), AF અને 19 AFDC (Dett) AF ના મેડિકલ ઓફિસર, ડેન્ટલ ઓફિસર, સ્પેશિયાલિસ્ટ લેડી મેડિકલ ઓફિસર (ગાયનેક) અને પેરા-મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા મેડિકલ અને ઓરલ (મોં)ના કેન્સરની તપાસ/ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહત્તમ ગામવાસીઓને આવરી શકાય તે માટે રવિવારે કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. મેડિકલ ટીમના કુલ 23 સભ્યો અને અન્ય વર્ગના 12 સભ્યોએ કેમ્પની કામગીરી સુગમતાથી થઇ શકે તે માટે તેમાં ભાગ લીધો હતો.
ગામવાસીઓના લાભાર્થે વક્તવ્યોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓમાં આરોગ્ય સ્વચ્છતા મામલે ડૉ. મીરા ભૂટાણી, જીવનશૈલીને લગતી બીમારીઓ અને પોષણ મુદ્દે ફ્લાઇટ લેફ્ટેનન્ટ હરિશ પંત, મોં ની સારી સ્વસ્ચછતા જાળવવાની રીતો મુદ્દે
સ્ક્વૉડ્રન લીડર એસ.કે. એબ્બોટ, આપણો ગ્રહ : આપણું આરોગ્ય મુદ્દે સાર્જન્ટ સુજિત તિવારી દ્વારા વિષયો ઉપર વ્યક્તવ્ય તેમજ માર્ગદર્શન અપાયું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ગામવાસીઓમાં મેડિકલ અને ડેન્ટલ ઓફિસરો દ્વારા સૂચવવામાં આવ્યા અનુસાર દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણના આધારે કેટલાક ગામવાસીઓને ગાંધીનગર અને અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં જાણ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી જેથી સ્પેશિયાલિસ્ટ પાસેથી તેઓ વધુ મંતવ્ય લઇ શકે અને જરૂરી સંચાલન થઇ શકે.