તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 501 કેસ

નર્મદામાં આજે વધુ 45 કેસ નોંધાયા

જેમાં નાંદોદ તાલુકામા -08,ગરુડેશ્વર -11,તિલકવડા મા -16,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 03અને રાજપીપલા 05કેસ નોંધાયા છે

તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 501 કેસ

49દર્દીઓ સાજા થતા તમામ ને રજા આપાઈ

રાજપીપલા,તા 8

નર્મદામા આજે વધુ 45કેસ નોંધાયા છે જેમાંનાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -15,તિલકવડા મા -17,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 08અને રાજપીપલા 04કેસ નોંધાયા છે
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 35 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 10 સહિત કુલ-45 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 45 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 97 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 48 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 130 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 53 દરદીઓ સહિત કુલ-328 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 384 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 941 સહિત કુલ-1325 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-71178 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવનાકેસો મા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એકજ દિવસ મા 501તાવ ના દર્દીઓ નોંધાયા હતા
આ દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1005261 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9049873 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા