અમદાવાદ: શાહીબાગ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ભારતીય સૈન્ય દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.

શ્રી હનુમાન જંયતિના પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનારી વ્યવસ્થાના સંદર્ભમાં વિનંતી મેળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેશન કમાન્ડરનો સંપર્ક કરવામાં આવ્યો હતો

સ્ટેશન હેડક્વાર્ટર દ્વારા સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ મુદ્દાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મંદિર ટ્રસ્ટ ઓથોરિટીને વિનંતી કરી હતી કે, કોઇપણ વ્યક્તિને પ્રતિકૂળતા ઉભી ના થાય તેવી રીતે તમામ પ્રકારે આયોજનપૂર્વક આ કાર્યક્રમ યોજવામાં આવે અને કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે, આ સંદર્ભે નાગરિક પ્રશાસન અને પોલીસ સત્તાધીશો સાથે સંકલન સાધવામાં આવે. પ્રસાદ વિતરણ જેવા મુદ્દાઓ સૈન્ય સત્તાધિકારીઓની બહારના છે અને આ સંબંધમાં કોઇ જ મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું નથી.