*ભાવનગર જિલ્લામાં કોમી એખલાસભર્યુ વાતાવરણ જળવાય રહે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ કટીબધ્ધ છે.*
➡ હાલમાં સોશ્યલ મીડિયાનાં માધ્યમથી અમુક અસામાજિક તત્વો દ્રારા શહેરમાં રહેલ શાંતિ ડહોળાય તેવાં ઉશ્કેરણીજનક પ્રયત્નોનાં ભાગરૂપે અમુક પોસ્ટ તથા ફોટાઓ વાયરલ કરે છે. આવી તમામ ગેરકાયદેસરની અને અસામાજિક પ્રવૃતિ ઉપર વોચ રાખવા માટે ભાવનગર જિલ્લા પોલીસની ટેકનીકલ તથા સાયબર ક્રાઇમ ટીમ સતત કાર્યરત છે. જો કોઇપણ સોશ્યલ મીડિયાનાં પ્લેટફોર્મ ઉપર આવાં પ્રકારની અસામાજિક કે કોમી એખલાસભર્યા વાતાવરણની શાંતિને ડહોળવાની પ્રવૃતિઓ થતી હોવાનું જણાય આવશે. તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. *ભાવનગર જિલ્લા પોલીસ*