પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના,સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું પગલું લેવાની તૈયારી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને વિપક્ષના નેતા કરી રહ્યા છે. સરકાર અને સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે 25મી ફેબુ્આરીએ કોન્ગ્રેસ વિધાનસભા પક્ષના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષપાતી વલણ અપનાવતા ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સામે પણ તેઓ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગતા હતા.
અવિશ્વાસની દરખાસ્તસરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂક્યા પછી નવ દિવસનો સમય રહેવો નિયમાનુસાર જરૂરી છે. દસમાં દિવસે એ અંગે ચર્ચા થાય છે. તેમ જ સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે 21 દિવસનો સમય આપવો જરૂરી છે. બાવીસમાં દિવસે તે અંગે ચર્ચા કરવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં ઉદાસિન ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે કોન્ગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ ગાંધીનગરમાં સરકીટ હાઉસમાં મળીને ઊંડાણ પૂર્વક ચર્ચા પણ કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યો પર ઠંડુ પાણી રેડી દીધુંત્યારબાદ આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમક્ષ રજૂઆત પણ કરી હતી, પરંતુ વિપક્ષના નેતાએ બીજા દિવસે આ અંગે નિર્ણય લેવાની વાત કરીને કોન્ગ્રેસી ધારાસભ્યોના ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું હતું.