વાયબ્રન્ટ ગુજરાત યોજી દર વર્ષે એવા બણગાં ફુંકવામાં આવે છેકે, ઉદ્યોગોને કારણે ગુજરાતના યુવાઓને રોજગારી મળશે. આ ઉપરાંત સરકાર પણ દર વર્ષે એક લાખ યુવાઓને રોજગારઆપવા ડીંગો હાંકે છે, પણ ખુદ રાજ્ય સરકારના આંકડાઓએ નોકરીના વાયદાની પોલ ઉઘાડી પાડી છે. બેકારીની એવી દશા છેકે, છેલ્લા બે વર્ષમાં વિકસીત ગુજરાતમાં સાડા ચાર લાખ બેરોજગારો નોંધાયા છે. ચોંકાવનારો ખુલાસો તો એ થયો છેકે, લાખો યુવાઓ પૈકી માત્ર 2230 યુવાઓને સરકારી નોકરી મળી શકી છે.
કોરોડોનો ધુમાડો પણ પરિણામ એક બાજુ,ઉદ્યોગો માટે લાલજાજમ પાથરીને દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત યોજીને કરોડોનો ધુમાડો કરવામાં આવે છે. ભાજપના સત્તાધીશો વિકસીત ગુજરાત,વાયબ્રન્ટ ગુજરાતના રૂપાળા નામ થકી રાજ્યની સિધૃધીઓ ગણાવી રહ્યાં છે પણ બીજી બાજુ,લાખો બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે