*વડોદરામાં ખંડણીરાજ આરોપીએ જેલમાં બેઠા બેઠા એક કરોડની ખંડણી માગી*

વડોદરાનો કુખ્યાત ગોવા રબારી ફરી વિવાદમાં આવ્યો છે. ગોવા રબારીના માણસોએ બીલ ગામમાં ચાલતા બાંધકામને અટકાવીને ત્યાના કોન્ટ્રાક્ટર પાસે એક કરોડની ખંડણી માગી હતી. આ મામલે ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી ક્રેટા અને ફોરચ્યુનર કાર સહીત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોવા રબારીના સાગરીત અનુપ ગઢવી અને લાલું ભરવાડે પારુલ યુનિવર્સિટીના સંચાલક પારુલ પટેલ પાસેથી ખંડણી માગી હતી. ઉલ્લેખનિય છે કે ગોવા રબારી હાલ જેલમાં છે અને તેણે જેલમાં બેઠા બેઠા આ ખંડણીની રકમ માગી હતી.