અમદાવાદ શહેરના રેશનસંચાલકોની યોજાઈ બેઠક. અંબાજી ખાતે યોજાશે અધિવેશન.

અમદાવાદ: ગુજરાત રાજ્ય ફેરપાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસનની અમદાવાદ શહેરના રેશનસંચાલકોની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. ગુજરાત રાજ્ય ફેરપાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસન ની અમદાવાદ શહેર ના રેશનસંચાલકોની એક બેઠક રબારી કોલોની ખાતે મંગલતીઁથ પાટીઁપ્લોટ ખાતે બુધવારે સવારે યોજાઈ હતી.

જેમાં અંબાજી ખાતે ૨૭ મી માર્ચ રવિવાર ના રોજ રાજ્ય ભર ના ૨૨ હજાર થી વધુ રેશનદુકાન સંચાલકો નું એક રાજ્ય સ્તર નું અધિવેશન યોજાશે તેમાં મહત્વપૂર્ણ બાબતો ની ચર્ચા વિચારણા કરવા સારું આ બેઠક નું આયોજન એસોસિએસન ના પમુખ પ્રહલાદ મોદીના નેજા મા યોજાઈ હતીઆવનાર સમયમાં અંબાજી મા મહાઅધિવેશનમા મોટી સંખ્યામાં હાજર રહ્યી એકતા અને શકિત નું પ્રદર્શન કરવાનું છે ત્યારે તમામ રેશનદુકાનદારો તેમના પરિવારોએ અચુક હાજર રહ્યીને સરકાર સમક્ષ એસોસિએસનની શક્તિ બતાવવા નું સર્વાનુમતે ઠરાવ્યું હતું.