રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટણીનો માહોલ જામતો નથી પ્રજામાં દેખાતો નિરુત્સાહ.

રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટણીનો માહોલ જામતો નથી પ્રજામાં દેખાતો નિરુત્સાહ.
પ્રચાર માટે માંડ ચાર દિવસ બાકી છે છતાં વાતાવરણ જામતું નથી.
રાજપીપળા મથકમાં 26મી ની સાંજે પાંચ વાગ્યા પછી પ્રચારના પડઘમ બંધ થઈ જશે.
રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રચાર માટે ગામડા ખૂંદી રહ્યા છે. ખાટલા મીટીંગ, ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં પણ પ્રકારનું જોર ધીમું.
ભાજપનો રોડ શો અને જાહેર સભામાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવી ગયા,કોંગ્રેસ, આપ, બીટીપી ની કોઈ મોટી સભા કે સ્ટાર પ્લસ પ્રચાર કે મોટી સભા નર્મદામાં થઈ નથી.
રાજપીપળા, તા. 24
રાજપીપળા નગરપાલિકા અને નર્મદા જિલ્લા પંચાયત સહિત પાંચ 28મીએ નાંદોદ તાલુકા 7 વોર્ડની 28 બેઠક, જિલ્લા પંચાયતની 22 બેઠક તાલુકા પંચાયતની 90 બેઠકો પૈકી કુલ 140 બેઠકો માટે મતદાન થનાર છે.26મી ફેબ્રુઆરીની સાંજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.ત્યારે હવે ચૂંટણી પ્રચાર કરવા માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. તેમ છતાં હજી પણ રાજપીપળા શહેરમાં નગરપાલીકા માટે તથા તાલુકાના ગામોમાં જીલ્લા તાલુકામાં ચૂંટણીનો માહોલ જામતો નથી. ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરી દીધા છે.અને ચૂંટણી પ્રચારનો ઓછો સમય બાકી હોવાથી ઉમેદવારોએ પોતાના વોર્ડ,વિસ્તાર,સોસાયટી, મહોલ્લા, પોળ,એપાર્ટમેન્ટ, કૉમ્પ્લેક્સ વગેરે તેમજ તાલુકાના ગામોમાં પણ ગ્રુપ મિટિંગો તેમજ ફેરની તો શરૂ કરી દીધી છે. રાજકીય નેતાઓ, ઉમેદવારો ગામડા ખૂંદી રહ્યા છે. ડોર ટુ ડોર મતદારોનો રૂબરૂ સંપર્ક શરૂ કરાયો છે છતાં હજી પણ ચૂંટણીનો માહોલ જામતો નથી.28 મીએ મતદાન થનાર છે. ત્યારે હવે પ્રચાર કરવા માટે ઉમેદવારો પાસે માત્ર ચાર જ દિવસ જ બાકી રહ્યા છે.ત્યારે હજુ સુધી ભાજપ સિવાય કોંગ્રેસ,આપ,કે બીટીપી કોઈએ રેલી કે જાહેર સભા કરી શક્યા નથી, એકમાત્ર ભાજપે રોડ શો, બાઇકરેલી, મોટી જાહેર સભા અને સ્ટાર પ્રચારક તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવી ચૂક્યા છે. ત્યારે હવે છેલ્લા ચાર દિવસમાં કેવો રંગ જામશે તે હવે જોવું રહ્યું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા