બીજા પાલિકા પ્રમુખ જીગીશાબેનનેપણ ઉમેદવારી ન કરીબીજા ને તક આપવાનું ઇનામ મળ્યુ.
બન્ને નેભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં મંત્રીતરીકે નિમણુક કરાઈ
રાજપીપળા, તા. 27
એક તરફ રાજપીપળા નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત નર્મદામા ટિકીટ m
ન મળતા નારાજ થઇ ને બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા 8 જેટલા કાર્યકરો સામે પાર્ટી એ શિસ્તભંગ ની તલવાર ઉગામી પાર્ટી માથી 6વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા પછી પાર્ટી મા બળવો કરીને ઘર મા પાછા આવી જનાર અને બીજીવાર ટિકિટ ન માંગી ચૂંટણી ન લડતા નવા ઉમેદવાર ને તક આપનાર એવી બે મહિલા કાર્યકરોને પાર્ટીએ નવા હોદ્દા આપી ઇનામ પણ આપ્યુ છે.
જેમા મનીષાબેન દિવ્યેશભાઈ ગાંધી
અને જીગીશાબેન રશ્મિકાન્તભાઈ ભટ્ટ બન્નેને મંત્રી.ભાજપા.નર્મદા તરીકે ની નવી
જવાબદારી સોંપી છે આ અંગે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલેજણાવ્યુ હતું કેભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી
સમિતિ ના નિર્ણય મુજબ જે હોદ્દેદારો
ચૂંટણી લડતા હોય અથવા એમના
પરિવારમાથી કોઈ વ્યકિત ચૂંટણી લડતા હોય તો સગઠન ની જવાબદારી
માંથી રાજીનામુ આપી તાત્કાલિક અસરથી એ જગ્યા ભરવાની હોયતેમની જગાએભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાંઆ બે મહિલા ને મંત્રી તરીકે ની જવાબદારી આપવા મા આવી હોવાનુ જણાવ્યુ હતું.
તસવીર: જ્યોતિ જગ તાપ, રાજપીપળા