*ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ*

*ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ*

 

 

સંજીવ રાજપૂત પણજી: ગોવાના પેડેમ ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ ફુનાકોશી શોતોકાન કરાટે ઓર્ગેનાઈઝેશન દ્વારા 7મીથી 10મી નવેમ્બર 2024 દરમિયાન 24મી એફએસકેએ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં 15થી વધુ દેશના વિવિધ એજગ્રૂપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતના એડવાન્સ ટેઈફૂડો માર્શલ આર્ટના 23 સ્પર્ધકોએ પણ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા વિવિધ મેડલ હાંસલ કર્યા હતા. ગુજરાતની શનાયા ત્રિવેદી ઉં. 10 એ કાતા – માં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેની આ સિદ્ધિ બદલ કૌટુંબીજનો અને સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓ નો વરસાદ અને અભિનંદન મળી રહ્યા છે.