દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી
નર્મદાના ડેડીયાપાડામા બે ઇંચ અને નાંદોદ, સાગબારા તાલુકામા દોઢ દોઢ ઇંચ વરસાદ નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી કરજણ ડેમની સપાટી…
*દૂધ મંડળીના ચેરમેને સરપંચને ગાલે બચકું ભર્યુ*
પુંસરીઃ તલોદના કઠવાડામાં ગ્રામસભામાં ગામના દૂધ મંડળીના ચેરમેને સરપંચને કહ્યું કે પૂછ્યા વગર તમે આ શું કરી રહ્યા છો કહી…
अहमदाबाद आज सिख फाउंडेशन द्वारा होटल सिल्वर क्लाउड में पीएम की सुरक्षा में सेंध मामले प्रेस वार्ता होगी
अहमदाबाद* आज सिख फाउंडेशन द्वारा सुबह 12 बजे होटल सिल्वर क्लाउड में पीएम की सुरक्षा में सेंध मामले प्रेस वार्ता…