રમઝાનના પવિત્ર માસમાં 700 જરૂરિયાતમંદને રાશન કીટનું વિતરણ કરતી જીએનઆરએફ ભારત

જીએનએ અમદાવાદ: અમદાવાદ સહિત દેશભરમાં વિવિધ ક્ષેત્રે ગરીબ-જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા કાર્યરત સંસ્થા ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન (જી.એન.આર.એફ) ભારતના સહયોગથી હેડ-હાજી ગુલામહુસેન અત્તારી અને રૂકને હીંદ મુશાવેરત હાજી શબ્બીર અત્તારીની હાજરીમાં અમદાવાદના મિરઝાપુર સ્થિત ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન ના કાર્યાલય ખાતે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય-ઇમરાન ખેડાવાળા,પૂર્વ ધારાસભ્ય-ગ્યાસુદ્દીન શેખના હસ્તે જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદના મિરઝાપુર સ્થિત ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન (જી.એન.આર.એફ) ભારતના સહયોગથી પવિત્ર રમઝાન માસમા આ સંદર્ભે વધુ માહિતી આપતા ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન કાર્યાલયના મુખ્ય વડા -હુસેનભાઇ મન્સુરીએ જણાવ્યું હતું કે,દેશભરમાં કોઈપણ આપત્તિ સમયે સર્વધર્મના જરૂરિયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડતી સંસ્થા જીએનઆરએફ એક રજીસ્ટર્ડ ફાઉન્ડેશન છે.અમદાવાદના મિરઝાપુર સ્થિત ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન(જી.એન.આર.એફ) ભારતના સહયોગથી મીરજાપુર ખાતે શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ૭૦૦ જેટલા ગરીબ-મધ્યમવર્ગના પરિવારજનોને ચાહ, ખાંડ, તેલ, ચોખા, દાળ સહિતની ૧૭ જેટલી ખાદય સામગ્રીની રાશન કીટનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.જીએનઆરએફની ટીમે કેટલીક રાશન કીટો શહેરના જમાલપુર, રાયખડ, શાહપુર, કાલુપુર, ગોમતીપુર , દાણીલીમડા, શાહેઆલમ , દરિયાપુર, જુહાપુરા, સરખેજ,જેવા અનેક વિસ્તારોમાં ઘેર-ઘેર રાશન કીટો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે ,રાજ્યની વિવિધ જેલોમાં કેદીઓને સુધારણા માટેની કામગીરી,વૃક્ષ રોપણ,ધાબળા વિતરણ, કુદરતી આપત્તિમાં ભોગ બનેલાઓને સહાય પહોંચાડવાનું ભગીરથ કાર્ય જીએનઆરએફ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન એ દાવતે ઇસ્લામી ઇન્ડિયાનું એક વેલ્ફેર ડિપાર્ટમેન્ટ છે.જે ભારતભરમાં રિલીફ કામગીરી કરી રહેલ છે.