*અમદાવાદામાં કિન્નરના વેશમાં મહિલાઓ ઘર સાફ કરી ગઈ*

વસ્ત્રાપુર વિસ્તારમાં એક ફ્લેટમાં કિન્નરના વેશમાં બે મહિલાઓએ લૂંટ મચાવી હોવાનો કિસ્સા સામે આવ્યો છે. વશીકરણ કરીને ધોળા દિવસે 1 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. હોળી માટે નાણાં માંગવા આવેલી 2 મહિલાએ વશીકરણ કરીને ચોરી કરી હતી. પાણી પીવાના બહાને ઘરમાં ઘુસેલી મહિલાઓ ભોગ બનનારના હાથની વીંટી ગળાની ચેઇન સહિત કબાટમાં મુકેલા રૂપિયા લૂંટી ગયા હતી. વસ્ત્રાપુર પોલીસે પોલીસે અંદાજ લગાવ્યો છે કે એક કિન્નર ગેંગ સક્રિય છે. અને ભૂતકાળમાં પણ આવા ગુનાને અંજામ આપી ચુક્યા છે રિજન્સી ટાવરના સીસીટીવીમાં એક કાર કેદ થઇ છે.