સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો

છે.હાલ ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક

છે.નર્મદા ડેમ રુલ લેવલથી121.92મીટરની સપાટીથી 86 CM દૂર

રાજપીપલા, તા 17

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારોથયો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમા સારો વરસાદ થવાથી નર્મદા ડેમમાં ક્રમશ:નવા નીર આવી રહ્યા છે. ગુજરાતમા પણ સારો વરસાદ થઈ રહ્યો છે જેને કારણે નર્મદા ડેમમાં ક્રમશ:સતત વધારો થઈ રહ્યો છે જે ગુજરાતમાટે સારા સમાચાર છે.

છેલ્લા 24 કલાકમાંનર્મદાડેમની સપાટીમાં 19 CMનો વધારોનોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.06મીટરે પહોંચી છે.હાલ ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવકથઈ રહી છે જયારે જાવક 8404 ક્યુસેક નોંધાઈ છે.
ડેમનો ગ્રોસ સ્ટોરેજ 5110.04 મિલિયન ઘન મીટર
છે.

હાલ નર્મદા ડેમની સપાટી 121.06 મીટર થઈરહી છે.નર્મદા ડેમ રુલ લેવલથી121.92મીટરની સપાટીથી 86 CM દૂરરહી ગઈ છે.હાલ ડેમમાં પીવાના અને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે.

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા