*આ વખતે જીતુ વાઘાણીની વિદાય લગભગ નક્કી જેવુ*

ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે જેના કારણે પ્રદેશ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયેલું છે.હવે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઇને ધમધમાટ શરૂ થયો છે. આજે દિલ્હીથી ભાજપના બે નિરીક્ષકો અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને અભિપ્રાય મેળવશે ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગે ય ચર્ચા કરાશે.