અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ભૂજ ખાતે આવેલા ફ્રન્ટલાઇન એરબેઝની મુલાકાત લીધી હતી. એરમાર્શલના સ્વાગતમાં ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર મલુકસિંહ આવ્યા હતા. ભૂજ એરફોર્સ સ્ટેશન પર એરમાર્શલના આગમન પર સ્ટેશનના વાયુ યોદ્ધાઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર રજૂ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બેઝ ખાસે વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કોઇપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાયુ યોદ્ધાઓ અને સ્ટેશનના અન્ય સંરક્ષણ સુરક્ષા કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કર્મીઓની નિપુણતા જાળવી રાખવા માટે સ્ટેશન દ્વારા રાખવામાં આવતા કેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી હતી અને હવાઇ સલામતી સુનિશ્ચિત કરતી વખતે પરિચાલનની તૈયારીઓમાં વધારો કરવા માટે કર્મીઓ સંપૂર્ણ ખંત સાથે પોતાની ફરજ નિભાવે તે જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ વાયુ યોદ્ધાઓ કોઇપણ પડકારો ઝીલવા માટે અને આવનારા સમયમાં ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે.
Related Posts
ડેડીયાપાડા હાર્ટ બજાર મા જતિ વૃદ્ધ મહિલાના પગ પર સ્વિફ્ટ ડિઝાયર કારનુ વીલ ચડાવી મહિલા ને ગંભીર ઈચ્છા
ડેડીયાપાડા હાટ બજારમાં જય રહેલી રાહદારી વૃદ્ધ મહિલાના પગ સ્વીફ્ટ ડિઝાઇ ચાલકે બેફિકરાઈથી કાર ચલાવતા કારનું વહીલ મહિલાના પગ પર…
*કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિયોદર એસટી બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. સાંસદ પરબતભાઇ રહેશે ઉપસ્થિત.*
બનાસકાંઠા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવા વર્ષે સાંજે-૪.૦૦ કલાકે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ…
*ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.*
*ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.* એબીએનએસ, ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા…