જીએનએ અંબાજી: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવામાં આવ્યું છે. અંબાજીના ગબબર ખાતે બનાવામાં આવેલા 51 શક્તિપીઠનું ખાત મહુર્ત જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે કરવામાં આવ્યું હતું. અંબાજી ગબબર પર આવેલા 51 શક્તિપીઠનો આઠમો પાટોત્સવ છે.અંબાજી ના ગબબર ખાતે ગિરનાર ની જેમ પરિક્રમા ચાલુ કરવા આવી છે. હાલ માં યાત્રાધામ અંબાજી ના ગબબર પર્વત પર આવેલા 51 શક્તિપીઠના તમામ મંદિરો એકજ જગ્યાએ માઇભક્તો દર્શન કરી રયા છે.
51 શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ છે એમ તો પાટોત્સવની તૈયારીઓ અને કાર્યક્રમો ધૂમધામથી મનાવામાં આવ્તા હોય છે. પણ કોરોના ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં પૂજારીઓ અને ભક્તો દ્વારા પાલકીથી 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. દર વર્ષે 51 શક્તિપીઠ ના પાઠોત્સવમાં 3 દિવસનો કાર્યક્રમ હોવાથી ધૂમ ધામ થી મનાતો હોય છે પણ કોરોનાના કારણે આજે 1 દિવસ નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.
51 શક્તિ પીઠોના તમામ મંદિર અને માતાજીને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને 51 સક્તિપીઠોના પૂજારીઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. 51 સક્તિપીઠોનો આઠમો પાટોત્સવ હોવાથી ગબબર ખાતે વિશેષ હવનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.અંબાજીમાં 51 શક્તિપીઠો નો આ આઠમો પાટોત્સવ છે.
પણ કોરોના ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્વક કાર્યક્રમો યોજમાં માં આવ્યા છે.અને દેશ ના વડા પ્રધાન નું સપનું પૂરું થયું છે હવી લોકો એકજ જગ્યાએ 51 શક્તિપીઠો ના દર્શન અંબાજી ખાતે કરી શકે છે.