આશ્રમ ખૂબ ઊંચાઈ પર હતો .નદી માં અવરજવર કરનારી નાવ માં બેઠેલા યાત્રાળુઓ ને ભગવી ધજા ના દર્શન દૂરથી જ થાય . પવનની થપાટો સતત આશ્રમ ની પછીતે અથડાયા કરે . સંતન જે ઓરડામાં હતો ત્યા પવન ની ગતિ મંદ પડી જતી હતી . વ્રુક્ષોનિ આડશ ને કારણે પણ મન આડે કશું જ ના હોય તેવી અનુભૂતિ થતી હતી સંતનને. અહીં આવ્યો ત્યારે સ્વસ્થ અને પ્રસન્ન હતો .યાત્રા દરમિયાન કવિતા સ્મરણમાં રહી હતી ” તેજસ્વી ; મેધાવી ; જીવંત ; રમતિયાળ પતંગિયા જેવી !! આવડ્યા એટલા વિશેષણો નો ઉપયોગ કર્યો ને પસ્તાવો પણ કર્યો કે બહુ મોડી આવી જયરે સંસાર ને ત્યજવાનૌ સમય આવ્યો ત્યારે આવી . શા માટે બોલવી હશે ? જ઼રા થડકો લાગ્યો . મને મારા રસ્તે થી ચળવવા જ સ્તો ! છેલ્લા તર્ણોપાય માં આવી હતી .તેણે સતત સમજાવ્યા હતા સહુ ને કે તેનું મન સંસાર માં ક્યા હતું ? કોઈ પણ સુખ સગવડો તેણે સ્પર્શતી નહોતી. મા કહેતી સંતન તો સાવ સાદો ને સરળ ને પિતા કહેતા એની જ ચિંતા થાય છે .કેમ આવો નિર્લેપ ?
એક દિવસ સ્વમુખે જાહેર કર્યું હતું કે તેનું મન વૈરાગ્ય ભણી હતું નોકરી કરતો હતો પણ આખરે બધા જ તંતુ તોડી ને આશ્રમ માં ચાલ્યો જવાનો હતો આ સાંભળી ને ઘરમા હાહાકાર મચી ગયો
સમજાવટો ;.આજીજીઓ ; લાગણીઓ ; આંસુઓ બધું જ પત્થર પર પાણી જેવું થયું ને તેણે તો ગ્રૂહ્ત્યાગ નો દિવસ પણ નકકી .કરી રાખ્યો હતો . ને અંતે કવિતાને બોલાવવા પાછળનો આશય શું હતો એ ક્યા જાણતો હતો ? તેતો સંસાર ની અનર્થતા પર ભાષણ આપતો હતો અન્તે કંટાળી ને પિતાજી એ કહ્યું ‘ભલે જાય. આવશે પાછો ‘.
કવિતા આવી અને પછી સંતન ને રોકવાની જગ્યા એ એના નિર્ણય મા સહમતિ આપવા લાગી તેણે સંતન સાથે ધાર્મિક વિચારો ની આપલે શરૂ કરી .રોજ કંઈક નવુ શોધી આવે ને પછી સંતન સાથે ચર્ચાઓ કરે ઘણી વખત પોતાના મોહક હાસ્ય થી એને સ્તબ્ધ કરી દે અને સંસાર મા પાછા આવા માટે મજબૂર કરી દે અને પેલો જો જરાક પીઘલે તો પછી એની વિચારશક્તિ ને હસી ને એને સંસાર પ્રત્યે આસક્ત થતા રોકી દે .
મનમાં તો કવિતાને પણ થતુ કે સંતન ના જાય તો સારુ કેમ કે એની સાથે કવિતાને પ્રેમ થઈ ગયો હતો .છાને ખૂણે સંતન ને પણ કવિતા ગમવા લાગી હતી .પણ માહ્યલૉ હજી આશ્રમ તરફ ખેચી જતો હતો .આમને આમ આશ્રમ ની નકકી થયેલી તારીખ આવી ગઈ . ઘર ના બધા હજી એક આશા જીવંત રાખી ને બેઠા હતા કે કદાચ કવિતા ના મોહપાશ મા બંધાઈ ને રોકાઈ જશે .
પણ બધુ જ નિરર્થક . એ તો પોતાને જોઈતો થોડો સામાન લઈ ને ચાલવા લાગ્યો .માતા પીતા ભાઈ ભાભી બધાની આજીજી પછી પણ એ રોકાયો નહી .કવીતએ પણ રોકવાનો પ્રયત્ન ના કર્યો .સંતન ને ઊંડે ઊંડે એમ હતુ કે કવિતા એને રોકશે કેમ કે એ હવે ગમવા લાગી હતી . પણ કવિતા એ એને ના રોકયો એને હતુ કે જો જે વ્યક્તિ વૈરાગ્ય ધારણ કરવાનો હોય તે સંસાર મા પરત શુ કામ ફરે .
થોડો સમય તો બન્ને નો સારો વીત્યો .પણ બન્ને એકબીજા ને ભૂલવા માટે અસમર્થ હતા .ગંગા નદી ને કાઠે બેસી ને સાન્ધ્ય વંદના કરી રહ્યો હતો ત્યારે તેનુ મન વિચલિત હતુ .તે પૂરી રીતે તેમા પરોવાઈ શક્યો નહી .તેના મનોમષ્તિષ્ક મા કવિતા સવાર થઈ હતી .આજ સવાર થી જ તેને કવિતા ની ખૂબ યાદ આવતી હતી . તેણે ગુરુજી ને પૂછ્યુ પણ ખરું કે ગુરુજી અગર કીસીકો સંસાર મે વાપસ જાના હો તો ? પૂરી તરાહ વૈરાગી બનને સે પહેલે સંસાર કા મોહ રેહ ગયા હો તો ઉસે કયા કરના ચાહિયે ? ગુરુજી ને ઉત્તર દિયા કી જો દિલ ઔર દિમાગ કરને કો કહે વહી કરના ચાહિયે .
સાન્ધ્ય આરતી માંથી પોતાના રૂમ મા આવ્યો ત્યારે એને પોતાના રૂમ મા કોઈ હોવાનો અહેસાસ થયો .તે રૂમ મા ફર્યો પણ કોઈ દેખાયુ નહી .ભ્રમ સમજી ને બહાર ઓશરી મા આવ્યો ને કવિતા ને ઉભેલી જોઈ . ને એકદમ હર્ષમિશ્રિત આશ્ચર્ય સાથે તુ ક્યારે આવી ? ના પ્રશ્ન સાથે એની સામે જોઈ રહ્યો .હજી પણ એ અવાચક જ હતો . જાણે કે એની ચોરી પકડાઈ ગઈ હોય તેમ …
એકદમ હસવાના અવાજ સાથે તેની તન્દ્રા તૂટી કેમ મને જ યાદ કરતા હતા ને એક ફોન કર્યો હોત તો આવી જાત ને વહેલી .હું પણ તમને બહુ જ યાદ કરતી હતી .થયું લાવો તમારા ખબર અંતર પૂછતી આવુ ને ગંગાજી મા ડૂબકી લગાવી ને તન મન મા ઉઠેલી આગ ને શાંત કરતી આવુ . સંતન પણ એના શબ્દો ની મૌહ મા ફસતૌ ગયો . થોડી વાર પછી એને ભાન થયું કે કવિતા શુ કહેવા માગે છે . ત્યારે પોતે બોલ્યો કે જ્યારે હું ઘરે થી જઈ રહ્યો હતો ત્યારે રોકવો જોઈતો હતો ને .મને પણ તુ ગમવા લાગી હતી પણ પછી પુરુષ ને અહમ હોય છે જે મારા મા પણ હતો એટલે મે કબૂલ્યું નહી ને અહીયા આવી ગયો .થોડા દિવસ પછી બધા ની યાદ આવવા લાગી પણ ઘરના ની ઉપરવટ થઈ ને આવ્યો હતો અને તૂ પણ મારા વિશે શુ વિચારતી હોઈશ એ ખબર નોતી .
સૂર્ય સંપૂર્ણ અસ્ત થઈ ગયો ને ચંદ્રમા એ પોતાની ચાંદની થી ગંગાજી ના પગ પખાલ્યા ચાંદની મા કવિતા નુ મુખ વધુ આકર્ષિત કરતુ હતુ બન્ને ની અહં ની કાંચળીઓ દૂર થઈ ને બન્ને એકમેક મા લીન થઈ ગયા ચંદ્ર પણ શરમાઈ ને વાદલો ની પાછલ સંતાઈ ગયો .
.સંતન અને કવિતા બન્ને ગંગા ની શાક્ષીએ એકમેક મા ખોવાઈ ગયા . દૂર ક્યાંક સાપ ની કાંચળીઓ નજરે પડી જાણે કે આસક્તિ ની
કાંચળીઓ…..
.