*ગુજરાતનું જાહેર દેવું ૨. ૯૬ લાખ કરોડની ઉપર પહોંચશે*

અમદાવાદ: ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું ૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ ૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે. રાજ્ય સરકારનું જે કુલ ૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે