*ખંભાત પોલીસ છાવણીમાં તબદીલ*

ખંભાતના અલગ-અલગ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર, સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે દરમ્યાન કેટલાક વાહન અને ઘરમાં આગ લગાવી દેવાઈ હતી ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક પોલીસ દ્વારા ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી