*દિલ્હી હિંસા જાવડેકરે દોષનો ટોપલો સોનિયા ગાંધી પર ઢોળ્યો*

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું