*એક કરોડના બે હાથી દાંત સાથે યુવાન પકડાયો*

વડોદરામાં રાતોરાત કરોડપતિ બની જવાના સપનાં સાથે હાથીદાંત વેચતાં એક યુવાનને વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીઓ પાસેથી બે હાથીદાંત મળી આવ્યા હતા. વન વિભાગના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોને દિલ્હીથી બાતમી મળી હતી કે વડોદરામાં એક શખસ હાથીના દાંત વેચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક હાથી દાંતનું વજન બે કિલો છે. જ્યારે બીજા હાથી દાંતનું વજન ૨.૭૬ કિલો અને લંબાઈ ૧૧૦ સેમી છે.