*દ્વેષપૂર્ણ ભાષણો પર એફઆઇઆર નહીં નોંધે-હાઇકોર્ટ*

દ્વેષપૂર્ણ ભાષણ આપનાર સામે કેસ નોંધવા હાલનો સમય નથી યોગ્ય
શાહીન બાગમાં સીએએનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની વિરૂદ્ધ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભાજપ સાંસદ પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રા દ્વારા દ્વેષપૂર્ણ ભાષણ આપવાના મામલે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ. હાઇકોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવતા પોતાનો જવાબ દાખલ કરવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. અને જે બાદ 13 એપ્રીલ સુધી સુનાવણી મોકુફ રાખવામાં આવી. આ પહેલા હાઇકોર્ટના જસ્ટીસ એસ.મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.દિલ્હી પોલીસે હાઇકોર્ટમાં જણાવ્યું કે તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ દ્વેષપૂર્ણ ભાષણો પર એફઆઇઆર નહીં નોંધે. કારણ કે હાલનો સમય તેના માટે યોગ્ય નથી. તેનાથી શાંતિ સ્થાપવામાં કોઇ મદદ નહીં મળે.