*મદદનીશ કમિશ્નરે રેડ કરી એજન્સીને લખ્યો પત્ર મીડિયાને નથી આપી જાણકારી*

અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી.12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.