– શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ વિષયક વાર્તાલાપ કર્યો.
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગુજરાતના શિક્ષણમંત્રી અને ગૌ સંવર્ધન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરેલ હતી. આ મુલાકાત દરમ્યાન દરેક તાલુકામાં ૧૦૦૦ ગાયોનું એક યુનિટ બનાવવામાં અને તેમાં એન.જી.ઓ., પ્રાઈવેટ કંપની, સરકારી સંસ્થાઓની મદદ લેવામાં આવે તેમજ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તે સહિતનાં વિષયો પર બૃહદ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ગોબરમાંથી ઘડીયાળ, કિચેન, દેવી–દેવતાઓની મૂર્તિ અને ગૌમૂત્રમાંથી બાયોગેસ, લીકવીડ વગેરે બનાવીને ગૌ શાળાને આત્મનિર્ભર બનાવવાનો પુરૂષાર્થ દેશનાં અનેક રાજયોમાં સફળતપુર્વક શરૂ થઈ ગયો છે, જેના દ્રારા લોકોને મોટાપ્રમાણમાં રોજગારી પણ આપી શકાય છે.