*દિલ્હીની હિંસા પર મુસ્લિમ દેશોની વણમાંગી સલાહ, ભારતના મુસ્લિમોનું રક્ષણ કરે સરકાર*

મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામિક સહયોગ સંગઠને અલ્પસંખ્યકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આ હિંસાની નિંદા કરી છે.ઓઆઈસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હાલમાં થયેલી હિંસા અને માસૂમ લોકોના મોત એ ખતરાની ઘંટી સમાન છે. દિલ્હીમાં મુસ્લિમોની સંપત્તિ અને મસ્જિદોને થઈ રહેલું નુકસાનની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મૃતક પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે.આ સંગઠન દરેક મુદ્દે પાકિસ્તાનની પડખે ઉભુ રહે છે