*દિલ્હીઃમતદાનના કલાકો પહેલા મહિલા પોલીસ કર્મચારીની હત્યા*

નવી દિલ્હીઃ શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા ખભળાટ મચી ગયો છે. દિલ્હીના રોણિહી પૂર્વ મેટ્રો સ્ટેશન નજીક ગત મોડી રાત્રે દિલ્હી પોલીસની જે 26 વર્ષીય મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તેને મારવા વાળો 2018 બેચનો સબ ઈન્સ્પેક્ટર દીપાંશુ રાઠી છે. દીપાંશુ પ્રીતિ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેણે ના પાડી હતી.