દેડિયાપાડાના માલસામોટ ગામની પ્રસૂતાની મોઝદા 108 ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ પૂર્વક પ્રસુતિ કરાવાઈ. બાળકના ગળામાં વીંટળાયેલી નાળને ગળામાંથી ગર્ભનાડ સરકાવી એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવી.

રાજપીપળા, તા.13
દદેડીયાપાડા તાલુકાના મોઝદાની 108 એમ્બ્યુલન્સની ટીમ તાલુકાના માલસામોટા ગામ થી ડીલેવરી માટેનો કોલ આવતા મોઝદાની 108 એમ્બ્યુલન્સના પાયલોટ કિરીટભાઈ વસાવા અને ઈ.એમટી. હીરાજી ઠાકોર તાત્કાલિક માલસામોટ ગામે પહોંચી ગયા હતા.અને મહિલા દર્દીને લઈને હોસ્પિટલ જવા નીકળેલા તે સમયે રસ્તામાં દર્દીને અસહ્ય પીડા ઊપડી હતી. તેથી સમયની નર પારકી, ઈ. એમ. ટી. હીરાજી એ એમ્બ્યુલન્સ સમાજ ડીલેવરી કરાવવા માટે પૂરતી તૈયારી કરી દીધી હતી. ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં નાળ વીટાયેલી હતી. ઈ. એમ. ટી સમયચૂકતા દાખવી બાળકના ગળામાંથી નાળ સરકાવી એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે માતા તથા બાળકને દેડીયાપાડા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું.નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે ઇમર્જન્સી કેસો માટે 108 એમ્બ્યુલન્સની સેવા સફળ અને આશીર્વાદ રૂપ પુરવાર થયેલ છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા