મચ્છરના કારણે રાજીનામું આપવું પડ્યું હોય તેવી પ્રથમ ઘટના

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વિવાદ બાદ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામું આપી દીધુ. યાર્ડમાં મચ્છરના ત્રાસની ઘટના બાદ યાર્ડમાં છેલ્લા નવ દિવસથી હડતાળ પાડવામાં આવી હતી. જોકે, બાદમાં આ હડતાળને સમેટી લેવામાં આવી. ત્યારે યાર્ડમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વેપારીઓની ભલામણ બાદ આજી નદીમાં વેલને કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે