પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ના આદેશ મુજબ દિલ્હીમાં હવે તમામ ખાનગી ઓફિસો બંધ રહેશે અને વર્ક ફ્રોમ હોમનું પાલન કરવું પડશે. જરૂરિયાત ધરાવતી સેવામાં આવતી ઓફિસોમાં જ જૂજ કર્મચારી સાથે સંચાલનની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં તમામ રેસ્ટોન્ટ્સ અને બાર બંધ રહેશે અને ફક્ત ટેક અવેની છૂટ રહેશે.પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હી સરકારે મંગળવાર કોરોનાના કેસોમાં વધારાને પગલે આવશ્યક શ્રેણીમાં આવે છે તેને બાદ કરતા તમામ ખાનગી ઓફિસો બંધ કરવા આદેશ આપ્યો છે. અત્યાર સુધી ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે કામગીરી થતી હતી તેમણે પણ જરૂરી શ્રેણીમાં ના હોય તો ઓફિસ બંધ કરી વર્ક ફ્રોમ હોમનો નિયમ લાગુ કરવા આદેશ કરાયો છે. ડીડીએણએના એક આદેશમાં શહેરમાં રેસ્ટોન્ટ્સ અને બારને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હોમ ડિલીવરી અને ટેક અવેની છૂટ આપવામાં આવી છે. દિલ્હીની સરકારી કચેરીઓમાં 50 ટકા ક્ષમતા સાથે કામકાજ ચાલુ રહેશે.ડીડીએમએએ હજુ સુધી દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાનો કોઈ નિર્ણય નથી લીધો. ગર્વનર જનરલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં ડીડીએમએની એક બેઠકમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધી રહેલા સંકટ વચ્ચે વચ્ચે કેવી રીતે કડક નિયંત્રણો લાગુ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં લાગુ કરાયેલા નિયમો સમગ્ર રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રે (એનસીઆર)માં પણ લાગુ કરવા વિચારણા થઈ હતી.
Related Posts
માંડવી લુહાર ચોક યુવક મંડળ દ્વારા શરદપૂર્ણિમાની ઉજવણી કરાઈ માંડવી, તા.10: બંદરીય શહેર માંડવીમાં આ વર્ષે પણ લુહાર ચોક યુવક…
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.*
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત…
બ્રેકિંગ ન્યુઝ – પંજાબના પતીયાલામાં શાક લેવા જતા રોકવાથી પોલીસ કર્મચારીનો તલવારથી હાથ કાપી નાખ્યો.
બ્રેકિંગ ન્યુઝ – પંજાબના પતીયાલામાં શાક લેવા જતા રોકવાથી પોલીસ કર્મચારીનો તલવારથી હાથ કાપી નાખ્યો.