ઉતરાણ પર્વે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જેમાં ચાઈનીઝ દોરી કે ટુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. છતાં કેટલાક લેભાગુ વેપારીઓ પ્રતિબંધનું ખુલ્લેઆમ ભંગ કરતાં જણાતા નર્મદા એલસીબી પોલીસે આવા ગેરકાયદેસર વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરી નર્મદામા સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાંતિલકવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની વેચાણ કરતાઇસમને ચાઇનીઝ દોરીના કુલ-૨૧૬ રીલ કુલ્લે કિ.રૂ.૮૬,૬૦૦ના મુદ્દામાલએલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડ્યો હતો.હિમકરસિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લામાંહાલમાં ઉતરાયણ પર્વ નિમીતે જીલ્લામાંગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજસંગ્રહ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરનીકાર્યવાહી કરવાની સુચનાઆપી હતી. જે અંગેએ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાએ એલ.સી.બી. સ્ટાફના પોલીસમાણસોને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલો વેચાણકરતા ઇસમો ઉપર કાયદેસર કરવાની સુચનાકરતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીને આધારે તિલકવાડા વિસ્તારના દેવલીયા ચોકડીપાસે અજમેરી જનરલ સ્ટોરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં હોવાનું જણાતાઅજમેરી જનરલ સ્ટોર ઉપર જતા દુકાનની ઝડતી તપાસ કરતા દુકાનમાંથી ચાઇનીઝ અલગ-અલગ કંપનીની દોરીની રીલો કુલ-૨૧૬ કિ.રૂ.૮૬,૬૦૦/-ની મળી આવ્યો હતો.આ કામે અજમેરીજનરલ સ્ટોરના માલીક અનવરખાં સઇદખા મલેક (રહે. દેવલીયા ચોકડી તા.તિલકવાડાજી.નર્મદા)ને આ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પુછપરછ કરતા તેણેઉતરાયણના તહેવારમાં વેચાણ અર્થે લાવેલ હોવાનું જણાવતા દુકાનના માલીકની સામેગેરકાયદેસર ચાઇનીઝ દોરી વેચાણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તિલકવાડાપોલીસે ગુનો હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા
Related Posts
કોંગ્રેસના MLA વીરજી ઠુમ્મરે DyCM નીતિન પટેલને વરસાદ બાદ તૂટેલા રસ્તાઓ મામલે પત્ર લખ્યો.
કોંગ્રેસના MLA વીરજી ઠુમ્મરે DyCM નીતિન પટેલને વરસાદ બાદ તૂટેલા રસ્તાઓ મામલે પત્ર લખ્યો છે. રાજ્યના ધોરીમાર્ગની તાકીદે મરામતની માંગ…
SMC Prohi Raid: Date :- 08/05/2023 Case Info : House Raid Prohi Act 65(A,E),81,98(2),116B Place of Raid : Krushnagar ,…
*એમપીમાં ભાજપે રાજ્યપાલ સામે 106 ધારાસભ્યોની કરાવી પરેડ*
મધ્યપ્રદેશમાં 26 માર્ચ સુધી ફ્લોર ટેસ્ટ સ્થગિત રહેતાં ભાજપે પોતાના તમામ 106 ધારાસભ્યોની રાજ્યપાલ સામે પરેડ કરાવી અને સમર્થનની યાદી…