*ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે*

👌👌 *ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે*

 

તમે *કરોડો* છો

ને હું *એક* છું

મારે *શાંતિ* થી રહેવું હોય

પણ…..

 

તમારે *મંગળા આરતી*

કરવી હોય એટલે મને

*વાઘાં* પહેરાવી અને બાબલા ની જેમ તૈયાર

કરી દો છો….

 

*ભોગ* મને ધરાવો છો

અને *આરોગો* છો પોતે…!

 

જે દિવસે એક જલેબી

ચાખીશ….એ દિવસથી

*પ્રસાદ* ધરાવવાનું બંધ

થઈ જશે….

તે જાણું છું

 

*લગ્ન* નથી થતાં

તે *મંગળફેરા* માંગે છે

 

*સંતાન* નથી

તે *ઘોડિયું* માંગે છે

 

કોઈને *નોકરી* જોઈએ છે

તો કોઈને *છોકરી*

 

*માબાપ ખાસ કોઈને*

*જોઈતાં નથી*

પણ *મિલકત*

બધાંને જોઈએ છે

 

કોઈ *કમાવા* માંગે છે

તો કોઈ *ચોરી* કરવા

માંગે છે…

 

કોઈને *બજાર* ઊંચું લઈ

જવું છે તો કોઈને *મફતનું*

જોઈએ છે….

 

કોઈ *રોટલો* માંગે છે

તો કોઈ *ઓટલો*

 

જે આવે છે તે

*ઘંટ* ખખડાવી ને મારા

કાન કોતરે છે…

 

હું કોઈનું કામ નથી કરતો

તો મારા પરની *શ્રદ્ધા*

ઘટી જાય છે…

 

કોઈનું કામ થઈ જાય છે

તો મને *મહાભોગ* ચડે છે

 

*વરસાદ* નથી આવતો

તો *યજ્ઞ* થાય છે

 

આકાશ ખાબકે છે

તો ખમ્મા કરવાનું મને

કહેવાય છે….

 

પણ સાચું કહું

*હું કૈં નથી કરતો*

 

નથી હું પરણાવતો

કે નથી કોઈ નું છૂટું કરતો

 

*જંગલ* હું નથી કાપતો

 

*હાઇરાઈઝ* મેં નથી બાંધ્યાં

 

*અમીર* હું નથી કરતો

 

*ગરીબી* મેં નથી આપી

 

તમને *લીલીછમ* પૃથ્વી

આપી રહેવા માટે

એની તમે *રાખ* કરો તો

*એમાં મારો શો વાંક….?*

 

મેં *અણુ* આપ્યો

ને તમે *બૉમ્બ* બનાવ્યો

પછી કહો કે

*શાંતિ* વાર્તા કરો

તો કેવી રીતે કરું….?

 

સાચું કહો

તમે મને

*ઈશ્વર* માનો છો કે

*નોકર…?*

 

*પ્રાર્થના* ની આડમાં

તમે *આજ્ઞાઓ* જ કરો

છો….કે બીજું કૈં….?

 

ને તમે ઈચ્છો છો કે

તમે *સેવા* કરો છો છતાં પણ

હું કોઈનું સાંભળતો નથી….?

 

હું *મેરેજ બ્યુરો* નથી ચલાવતો

કે નથી ચલાવતો

કોઈ *એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ*

 

મેં કોઈનું કૈં બગાડ્યું નથી

કે નથી મારે

કોઈ પાસે થી કૈં જોઇતું

 

*શ્રીફળ* વધેરી અને

મને વધેરવાનું રહેવા દો તમે

 

*આપવાનું હતું તે આપ્યું જ છે*

 

હવે મારી પાસે કૈં નથી

કૃપા કરી ને

હવે કૈં માંગી અને

મને *શરમાવશો* નહી…🙏🏻

 

તમારું કામ થઈ જશે એમ કહેનાર

મારા કોઈ

*સહાયક* કે *કમિશન એજન્ટો*

મેં નિમેલા નથી

માટે તેવા લોકો થી બચો

 

તમે આજ સુધી

ઘણી પ્રાર્થનાઓ કરી

પણ

આજે હું તમને

એક પ્રાર્થના કરું છું

 

અને એ પણ જાણું છું

હું જે કહું છું એ પછી કોઈ

મારી પાસે મંદિરમાં આવવાનું

નથી….

 

*તોય કહું છું….*

 

*કોઈ માંગણી ન હોય*

તો જ…

*મારી પાસે આવજો*

 

અને હા….

છેલ્લે છેલ્લે એટલું જ

કહીશ કે

 

*તમારા કર્મ પર ધ્યાન આપજો*

 

મારી *વ્યથા* ને અનુભવજો

એવી આશા સાથે….

શબ્દો ને *વિરામ* આપુ છું….

 

*આ બધું કર્મ નું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.*

 

*જેવા કર્મ કરશો તેવું ભોગવશો….*

 

*લી. તમારો પણ તમારાથી થાકેલો પ્રભુ* 🙏🙏🙏🙏🙏🙏