એમ કહેવાય છે કે પ્રેમ તો ગમે ત્યારે ગમે એની સાથે થાય પણ મારો સવાલ એ છે કે ગમે ત્યારે ગમે એની સાથે થાય એ સાચો પ્રેમ ખરો ?

એમ કહેવાય છે કે પ્રેમ તો ગમે ત્યારે ગમે એની સાથે થાય પણ મારો સવાલ એ છે કે ગમે ત્યારે ગમે એની સાથે થાય એ સાચો પ્રેમ ખરો ?
કેમ કે પ્રેમ કરવો એટલો સરળ છે કે જેમ માટી પર માટી થી “માટી” લખવું….
અને પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કિલ છે કે જેમ પાણી પર પાણી થી “પાણી” લખવું…
હવે એ વાત બાજુ માં મૂકીએ અને એક બીજો સવાલ કરું તો જ્યારે જ્યારે 2 વ્યક્તિ વચ્ચે પ્રેમ થાય ત્યારે સ્ત્રી ને જ કેમ ધ્યાન માં લેવાય છે ???
મતલબ કે પ્રેમ સાચી ઉમરે થાય કે ખોટી ઉમરે પણ ટાર્ગેટ સ્ત્રી જ કેમ ?
સ્ત્રી સામેથી પ્રેમ કરે તો પણ તકલીફ અને કોઈ ના પ્રેમ નો સ્વીકાર કરે તો પણ તકલીફ કેમ ???
દરેક સ્ત્રીમાં એક મીરાં અને દરેક પુરુષમાં એક શ્યામ છુપાયેલો હોય જ છે…
જયારે સ્ત્રી એ પિતા ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે આદર્શ પુત્રી નું નામ આપ્યું…
જયારે સ્ત્રી એ ભાઈ ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે લાડકી બહેન નું નામ આપ્યું…
જયારે સ્ત્રી એ પતિને પ્રેમ કર્યો, ત્યારે સમાજે સંસ્કારી પત્ની નું નામ આપ્યું…
જયારે સ્ત્રી એ પુત્ર ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે વાત્સલ્ય છબી નું નામ આપ્યું…
અને જયારે સ્ત્રી એ માત્ર અને માત્ર પુરુષ ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે સ્ત્રી ને ધુત્કારી…
પુરુષ માત્ર પિતા,ભાઈ,પતિ કે પુત્ર જ હોઈ શકે છે ?
“એક આદર્શ મિત્ર નહિ”…???
ચાલો આ તો થઈ યુવાની ના સમય ના પ્રેમ ની વાત પણ ક્યારેક સમય અને અવકાશ ના કોઈ ગેબી વળાંક પર ઓચિંતા મળી ગયેલા
ડોસો-ડોસી ઘર માંડીને રહેવાનું નક્કી કરે અને એમના સંતાનો બંનેના નિર્ણયને ઉમળકે વધાવે તો માનવું કે સમાજ સ્વસ્થ છે…
ભગવાને પાછલી ઉંમર નું નિર્માણ સડવા માટે નથી કર્યું…
ગંદા સમાજ ની સૌથી ખરાબ ઉક્તિ કઈ ???
“ઘરડી ઘોડી ને લાલ લગામ ”
આપણે ક્યારે સુધારીશું ???
આખો ને આખો સમાજ ઘરડો છે, એમાં પાછલી ઉંમરે પાનખર ને બદલે વસંતચર્ય માણવું એ અપરાધ છે…
બધા આશ્રમોમાં બસ મોક્ષની કે નિર્વાણની જ વાતો !!!
મોક્ષ એ અંતિમ લક્ષ છે એની નાં નથી પણ જીવન છે ત્યાં સુધી આનંદ થી જીવવાનો દરેક ને હક છે…
આ રુગ્ણ સમાજ માં વૃધ્ધાવસ્થા નો સંબંધ પાંજરાપોળ સાથે છે…
પોસ્ટ લખવામાં કોઈ વિવેક ચૂક થઇ હોય તો માફ કરશો અને મારી વાત કેટલે અંશે સાચી છે એ પણ જણાવશો – હિતેશ રાઈચુરા