34મું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયું

મહેસાણા: ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું 34નું અધિવેશન આ વર્ષે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયું. જેમાં દેશના વૈજ્ઞાનિકો અને રાજ્યના સાયન્સમાં અભ્યાસ કરતા તેમજ રીસર્ચ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.ધ વેલ્યુ ઓફ અવસ સાયન્સ એન્ડ ફ્યુચર વેલબીઈંગની સેન્ટ્રલ થીમ સાથે મળેલા આ અધિવેશનમાં સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રે અભ્યાસ-સંશોધન કરતા કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજી વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. અને 300 જેટલા પ્રોજેક્ટના પોસ્ટર્સ રજૂ થયા.