*અમિત શાહ કે કેજરીવાલ ન પહોંચ્યા પણ ભારતનો જેમ્સ બોન્ડ અજીત ડોભાલ હિંસાગ્રસ્ત ગલીઓમાં પહોંચ્યો*

અજીત ડોભાલે સીલમપુર વિસ્તારમાં ડીસીપીની ઓફિસે પણ પહોંચ્યા. જે બાદ ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી. અજીત ડોભાલે મૌજપુર અને જાફરાબાદ વિસ્તારોની મુલાકાત કરી હતી આ પહેલાં પણ એનએસએ અજીત ડોભાલ જાફરાબાદ,સીલમપુર સહિત અનેક વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને હિંસાગ્રસ્ત વિસ્તારના માહોલની સમીક્ષા કરી હતી.ઉલ્લેખનીય છે કે એનએસએ ડોભાલ સીલમપુર સ્થિત ઉત્તર-પૂર્વીય દિલ્હીના ડીસીપી કાર્યાલયે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી ડોભાલે પોલીસની તે વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી માંગી હતી જોકે વિશેષ કમિશનર સતિષ ગોલ્ચા સહિતના અનેક અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા