જી.એલ.એસ. સંચાલિત વિવિધ કોલેજોના
વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
ગુજરાત લો સોસાયટી સંચાલિત વિવિધ કોલેજો તથા જી.એલ.એસ. યુનિવર્સીટીની સંસ્થાઓમાં આજે ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન કલાસીસ ભરવા હાજર રહ્યા હતા. જી.એલ.એસ. મેનેજમેન્ટ તરફથી હાજર રહેલા ૨૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓને પાંચ માસ્ક તથા ૧ બોટલ સેનીટાઈઝરની કીટ તૈયાર કરીને નિ:શુલ્ક આપવામાં આવી હતી. જી.એલ.એસ.ની બધીજ કોલેજોમાં કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વર્ગોમાં વિદ્યાર્થીઓ પણ સોશીયલ ડીસ્ટન્સીંગ રાખીને તથા માસ્ક પહેરીને શૈક્ષણીક કાર્યમાં સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓ પીવાનું પાણી ઘરેથી લાવ્યા હતા. ખુબજ ચોકસાઈ રાખીને અધ્યાપકોએ શૈક્ષણીક કાર્યનો આરંભ કર્યો હતો. જી.એલ.એસ.ના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેનટે પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે જી.એલ.એસ.ના બધાજ વર્ગો દરરોજ સેનેટાઈઝ કરવામાં આવશે. દરરોજ બધાજ વિદ્યાર્થીઓનું તાપમાન માપવામાં આવશે તથા કોઈપણ વિદ્યાર્થીને કોવીડ-૧૯ અનુસંધાનમાં કોઈપણ જરૂરીયાતહશે તેને પૂરી મદદ કરવામાં આવશે. જી.એલ.એસ. સંચાલિત વિવિધ કોલેજોના અધ્યાપકોએ હાજર રહેલા વિદ્યાર્થીઓને ઉમળકાભેળ આવકાર્ય હતા તથા શૈક્ષણીક કર્યાનો પ્રારંભ કર્યો હતો.