*દેશના ચકચારી કેસમાં ડીઆઈજીને 8 વર્ષની અને ડીએસપીને 4 વર્ષની સજા*

એક પરિવારની સામૂહિક આત્મહત્યાના કેસના બહુચર્ચિત કેસમાં 6 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2004ની છે. બહુચર્ચિત આ કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓનેકોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.